અંકલેશ્વર: તહેવારોના સમયમાં પરપ્રાંતીય વસાહતોમાં પોલીસનું મેગા કોમ્બિંગ, વાહન ચેકીંગ પણ શરૂ કરાયુ

આગામી તહેવારોના સમયમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વરની પરપ્રાંતીય વસાહતોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

અંકલેશ્વરમાં મેગા કોમ્બિંગ હાથ ધરાયુ

પર પ્રાંતીય વસાહતોમાં મેગા કોમ્બિંગ

વાહન ચેકીંગ પણ કરવામાં આવ્યું

જાહેરનામા ભંગના કેસ કરાયા

આગામી તહેવારોના સમયમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વરની પરપ્રાંતીય વસાહતોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું
ભરૂચ પોલીસ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અંકલેશ્વરના પરપ્રાંતિય વિસ્તારોમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. તથા અંકલેશ્વર "બી" ડીવીઝન, અંકલેશ્વર રૂરલ, રાજપારડી, ઉમલ્લા તથા ઝગડિયા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના 4 પોલીસ ઇન્સપેકટર, 9 પોલીસ સબ ઇન્સપેકટર તથા ૬૯ પોલીસ કર્મચારીઓની જુદી-જુદી કુલ ૦૬ ટીમો બનાવી અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશનના મીરાનગર, લક્ષ્મણનગર, બાપુનગર, સારંગપુર તથા ઔધ્યોગીક વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જાહેરનામા ભંગના 33 કેસ, એમ.વી.એક્ટ મુજબ 21 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા, પ્રોહીબિશનના 11 કેસ કરવામાં આવ્યા હતા તો 54 ગોડાઉનની ચકાસણી કરવામાં આવી હતી.10 અવાવરું જગ્યા પર તપાસ કરવામાં આવી હતી. પોલીસના ચેકિંગના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.
આ તરફ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા પણ તહેવારોને ધ્યાનમાં રાખીને મોટા પાયે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વાહનોના દસ્તાવેજો લાયસન્સ સહિતની ચકાસણી કરવામાં આવી હતી
Latest Stories