અંકલેશ્વર: ધોળે દિવસે ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઇ રહેલ આરોપીઓને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા !

અંકલેશ્વરમાં મહિલાના ગળામાં રહેલ સોનાની ચેન સાથેનું પેન્ડલ આંચકી ફરાર થયેલ લબરમુછીયા સહિત બે ચેઇન સ્નેચરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • અંકલેશ્વર શહેરમાં બન્યો હતો બનાવ

  • જ્યોતિ ટોકિઝ નજીક ચેઇન સ્નેચિંગનો બનાવ

  • મહિલાને બનાવાય હતી નિશાન

  • પોલીસે આરોપીઓની કરી ધરપકડ

  • ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યા

અંકલેશ્વરના જ્યોતિ ટોકીઝ પાસે બસની રાહ જોઈને ઉભેલ મહિલાના ગળામાં રહેલ સોનાની ચેન સાથેનું પેન્ડલ આંચકી ફરાર થયેલ લબરમુછીયા સહિત બે ચેઇન સ્નેચરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના હાંસોટ તાલુકાના અણીયાદ્રા ગામની નવી નગરીમાં રહેતા રમીલાબહેન  પટેલ ગતરોજ ખરીદી કરવા માટે અંકલેશ્વર ખાતે આવ્યા હતા.જેઓ ખરીદી કરી જ્યોતિ ટોકીઝ પાસે બસની રાહ જોઇને બેઠા હતા તે સમયે પાછળથી આવેલ અજાણ્યા ઇસમે મહિલાએ ગળામાં પહેરેલ પેન્ડલ સાથેની રૂ.1.26 લાખ સોનાની ચેઇન તોડી ફરાર થઇ રહ્યો હતો.તે સમયે મહિલાએ બુમરાણ મચાવતા અન્ય લોકો દોડી આવ્યા હતા તે દરમિયાન બે પૈકી એક ઇસમે ટોળાને ચપ્પુ બતાવી બાઈક લઈ હાંસોટ તરફ ભાગવા જતા મહિલાએ અન્ય બાઈક સવાર સાથે ચેઇન સ્નેચરોનો પીછો કર્યો હતો પણ તેઓ ચકમો આપી ભાગી ગયા હતા.તે સમયે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી લબરમુછીયા સહિત બે ચેઇન સ્નેચરોને ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપી અને મૂળ ઉત્તરપ્રદેશ ખાતે રહેતા અભિષેક પટેલ સાથે અન્ય એક સગીરની ધરપકડ કરી છે. આરોપીઓ ચોરીની બાઈક લઈને ચેઇન સ્નેચિંગ કરવા જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અગાઉ આરોપીઓએ કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Read the Next Article

ભરૂચ: ભાજપના યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા

ભાજપ યુવા મોરચા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સ્વતંત્રતા પર્વની કરાય આગોતરી ઉજવણી

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • ભાજપના યુવા મોરચા દ્વારા યાત્રા યોજાય

  • મોટી સંખ્યમાં કાર્યકરો-વિદ્યાર્થીઓ જોડાયા

ભરૂચ જિલ્લા ભાજપના યુવા મોરચા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો જોડાયા હતા.
ભરૂચ સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો નજારો જોવા મળ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપના યુવા મોરચા દ્વારા  ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશદાઝની ભાવના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવા યોજાયેલી આ રેલી જે.બી. કોલેજના પ્રાંગણમાંથી પ્રારંભ થઈ કસક સર્કલ સુધી ઉત્સાહભેર આગળ વધી હતી.
રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા મોરચના કાર્યકરો હાથમા તિરંગો લઇ જોડાયા હતા.આ રેલીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ અને દિવ્યેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.