New Update
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે માંડવા ગામના રોડ ફળિયામાં ચાઇનીઝની લારી પાસેથી મોપેડની ડીકીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જયારે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.
અંકલેશ્વરના માંડવા ગામના રોડ ફળિયામાં રહેતો બુટલેગર પ્રકાશ ઉર્ફે પકો મગન વસાવા પોતાના ઘર નજીકના ચાઇનીઝ લારી પાસે એક્સેસ મોપેડની ડીકીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસના દરોડાને પગલે બુટલેગર સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો પોલીસે એક્સેસ મોપેડની ટીકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૦ નંગ બોટલ મળી આવી હતી પોલીસે દારૂ અને મોપેડ મળી કુલ ૩૧ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories