અંકલેશ્વર: નૌગામા ગામેથી પોલીસે રૂ.14 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

નૌગામા ગામમાં  બુટલેગરએ વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનના વાડાના ભાગેથી રૂપિયા 14,600ની વિદેશી દારૂની 96 નંગ બોટલ મળી આવી

New Update
Naugama Village Police Seize Foreign Liquor
અંકલેશ્વરના નૌગામા  ગામેથી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના સૂત્રોને બાતમી મળી હતી કે નૌગામા ગામમાં  બુટલેગર વિનોદ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનના વાડાના ભાગેથી રૂપિયા 14,600ની  કિંમતનો વિદેશી દારૂની વિદેશી દારૂની 96 નંગ બોટલ મળી આવી હતી. જો કે પોલીસના દરોડા દરમ્યાન બુટલેગર ફરાર થઇ ગયો હતો.પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી બુટલેગરની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે
Latest Stories