અંકલેશ્વર: યુવા મિત્ર મંડળ તેમજ જે.એન.પીટીટ લાયબ્રેરી દ્વારા પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન !

અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીમાં ઠેર ઠેર પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી

New Update

અંક્લેશ્વરમાં કરવામાં આવી ઉજવણી

પ્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી

યુવા મિત્ર મંડળ દ્વારા આયોજન

જે.એન.પીટીટ લાયબ્રેરી દ્વારા પણ આયોજન

ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીમાં ઠેર ઠેર પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી
જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે અંકલેશ્વરમાં પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર જીઆઇડીસીમાં યુવા મિત્ર મંડળ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો હતો.જેમાં યુવા મિત્ર મંડળના પ્રમુખ હિંમત દેવાણી, સરદાર પટેલ સેવા સમાજના પ્રમુખ હસમુખ દુધાત યુવા મિત્ર મંડળના સેક્રેટરી ધર્મેશ ડોબરીયા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ખેલૈયાઓ અને સભ્યોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી
અંકલેશ્વર શહેરમાં આવેલ જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે પણ નવરાત્રીની આગલી સંધ્યાએ પ્રી નવરાત્રી મહોત્સવ યોજાયો હતો જેમાં માતાજીની આરતી કરવામાં આવી હતી.આ પ્રસંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડા પ્રમુખ ભુપેન્દ્ર શાહ, સેક્રેટરી ચેતન શાહ,ડોક્ટર મહેન્દ્ર પંચાલ, ડો.લતાબહેન શ્રોફ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે નિર્ણાયક તરીકે ભારતી લોખંડવાડા અને રિયા મોદીએ સેવા આપી હતી જેમાં ટ્રસ્ટીઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વડીલો અને તેમના બાળકોએ ભાગ લીધો હતો.
#CGNews #Ankleshwar #celebration #Navratri #Pre-Navratri #JN Petit Library
Here are a few more articles:
Read the Next Article