અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જનની તૈયારી, 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદનની તૈયારી

  • ગણેશ વિસર્જન માટે તૈયારી

  • 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ

  • 5 ફુટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે

  • ફાયર વિભાગની ટીમ રહેશે તૈનાત

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે

દુંદાળા દેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાનું પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વરમાં નગર સેવા સદન દ્વારા વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર શહેરમાં બે સ્થળોએ નગર સેવા સદન દ્વારા કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક સુરવાડી રોડ પર અને બીજું નવી દિવી ભાથીજી મંદિર નજીક  કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં શ્રીજીની 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને નાથવા માટે નગર સેવા સદન દ્વારા પ્રતિવર્ષ કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી છે.જળકુંડ ખાતે નગરસેવા સદનના ફાયર વિભાગના જવાનો તૈનાત અને વિસર્જનની પ્રક્રિયા સંપન્ન કરશે.આ સાથે જ વિસર્જિત થયેલ પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે

Latest Stories