અંકલેશ્વર : જુના કાંસીયા ગામના પ્રગતિશીલ ખેડૂતે સફેદ જાંબુમાં મેળવી સફળતા,સ્વાસ્થ્ય વર્ધક ફળ ડાયાબિટીસમાં છે ગુણકારી

અંકલેશ્વરના પ્રગતિશીલ ખેડૂતે જુના કાંસીયા ગામની સીમમાં પોતાના ખેતરમાં સફેદ જાંબુના ઝાડ વાવ્યા છે. આ ઝાડ પર સફેદ જાંબુનો મબલક પાક આવતા તેઓને બજારમાં સારો ભાવ મળી રહ્યો છે.

New Update
  • જુના કાંસીયાના ખેડૂત બન્યા પ્રેરણારૂપ

  • સફેદ જાંબુની ખેતીથી મેળવી સફળતા

  • સ્વાસ્થ્ય વર્ધક ફળ ડાયાબીટીસમાં છે ગુણકારી

  • મીઠો ખાટો સ્વાદ શોખીનોની પસંદગી

  • ખેડૂત માટે સફેદ જાંબુ બન્યા આર્થિક રીતે સહાયરૂપ

અંકલેશ્વરના પ્રગતિશીલ ખેડૂતે જુના કાંસીયા ગામની સીમમાં પોતાના ખેતરમાં સફેદ જાંબુના ઝાડ વાવ્યા છે. આ ઝાડ પર સફેદ જાંબુનો મબલક પાક આવતા તેઓને બજારમાં સારો ભાવ મળી રહ્યો છે. સ્વાદ પ્રિય શોખીનો માટે આ ફળ નવી તાજગીનું કારણ બન્યા છે.

અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામના પ્રગતિશીલ ખેડૂત વિનોદ વસાવાએ પોતાની વાડીમાં સફેદ જાંબુના રોપ્યા વાવ્યા હતા. આજે છોડ વૃક્ષમાં પરિણમતા એક જ ઝાડ પર સફેદ જાંબુના ફળ લાગ્યા છે.ખેડૂત વિનોદ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આ ફળને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે. આ સફેદ જાંબુના વૃક્ષ કાળા જાંબુ જેવા જ હોવાના કારણે આને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે. આ ફળ પાકે ત્યારે મીઠા અને થોડા ખાટ્ટા લાગે છે અને મધુર એનો સ્વાદ હોય છે. અમુક જગ્યાએ આ ફળ લાલ રંગના પણ જોવા મળે છે.

હાઈબ્રીડ કલમ કરીને અલગ અલગ જાત બનાવવામાં આવે છે. સફેદ જાંબુમાં શિયાળાની ઋતુ દરમિયાન ફૂલ આવવાનું ચાલુ થઈ જાય છે અને ઉનાળો ચાલુ થાય ત્યારે ફળ પરિપક્વ થઈ જતા હોય છે. કોયલ,પોપટ,કાગડો આ ફળ ખાય છે. સફેદ જાંબુની અંદરથી 2 કે 3 જેટલા બીજ હોય છેજોકે તેમાં ઠળિયા હોતા નથી.અંદર જ રૂ જેવા પડ આજુબાજુ બનેલા હોય છે. વૃક્ષ ઉપર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ફળ લાગે છે,તેમજ તેના પાન બારે માસ લીલા જ રહે છે.

જાણકારોનું કહેવું છે કે સફેદ જાંબુને ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે માનવામાં આવે છે.આ ફળનો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકાય છે. ડાયાબિટીસવાળા માટે ખુબ જ ફાયદાકારક છે. આમા આયર્નફોલિક એસિડપોટેશિયમમેગ્નેશિયમફોસ્ફરસઅને સોડિયમ જેવા તત્વો રહેલા હોવાથી તે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.

અંકલેશ્વરના શાકમાર્કેટમાં સફેદ જાંબુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છેસ્વાદ શોખીનો માટે આ ફળ નવીનતાની સાથે નવી તાજગીનો સંચાર કરી રહ્યા છેજાણવા મળ્યા મુજબ હાલમાં બજારમાં સફેદ જાંબુ 80થી 100 રૂપિયા એક કિલોના ભાવે વેચાય રહ્યા છેઅને તેનો મબલક પાક મળતા ખેડૂતોને પણ આર્થિક રીતે સહાયરૂપ બન્યા છે.

Latest Stories