અંકલેશ્વર : અત્યાધુનિક મલ્ચિંગ પદ્ધતિથી જુના બોરભાઠા બેટ ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી ભીંડા-ચોળી-મકાઇની સફળ ખેતી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામના પ્રગતિશીલ ખેડૂતે અત્યાધુનિક મલ્ચિંગ પદ્ધતિના આધારે ભીંડા, ચોળી, મકાઇ સહીત મિશ્ર પાકોની સફળ ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

New Update
  • જુના બોરભાઠા બેટ ગામના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિ

  • અત્યાધુનિક મલ્ચિંગ પદ્ધતિના આધારે કરી બતાવી ખેતી

  • ભીંડાચોળીમકાઇ સહીતના મિશ્ર પાકોની કરી છે ખેતી

  • પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણા સ્ત્રોત

  • મલ્ચિંગ પદ્ધતિથી ખેતી કરી ખેડૂતે મેળવી છે વધુ આવક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામના પ્રગતિશીલ ખેડૂતે અત્યાધુનિક મલ્ચિંગ પદ્ધતિના આધારે ભીંડાચોળીમકાઇ સહીત મિશ્ર પાકોની સફળ ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

આધૂનિક ટેક્નોલોજી અનેક શિખરો સર કરી રહ્યાં છેત્યારે કૃષિક્ષેત્રે પણ નીતનવી ટેક્નોલોજી હરણફાળ પ્રગતિ નોંધાવતી જાય છે. જુની પદ્ધતિને નવી પદ્ધતિમાં રૂપાંતરિત કરી ખેડૂતો તેને આવકારી રહ્યાં છેત્યારે ભરૂચ જિલ્લામાં પણ કેટલાક ખેડૂતો આવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામના પ્રગતિશીલ ખેડૂત અશ્વિન પટેલએ ખેતીમાં અત્યાધુનિક મલ્ચિંગ નામની પદ્ધતિ અપનાવી છે. જેના અનેક લાભો મેળવીને તેઓએ કૃષિને એક નવી દિશા આપી છે. આમ તોશિયાળામાં ભીંડાનું વાવેતર થતું નથી. જે વાવેતર ગરમીમાં જ થાય છે. પરંતુ ખેડૂત અશ્વિન પટેલએ મલ્ચિંગ પદ્ધતિના આધારે ભીંડાચોળીમકાઇ સહીતના મિશ્ર પાકોની સફળ ખેતી કરી બતાવી છે. આ ખેતીમાં તાપમાનની જાળવણી કરી છોડનો વિકાસ કરવામાં આવે છે.

ખેડૂત અશ્વિન પટેલએ જણાવ્યુ હતું કેખેતરમાં પાકોના વાવેતર ટાણે યોગ્ય નક્કી કરેલી લાઈનમાં પ્લાસ્ટિકની લાઈન કરી પાળી તૈયાર કરવામાં આવે છેજ્યાં યોગ્ય અંતરે પ્લાસ્ટિકમાં 3થી 4 સેમીની ત્રિજ્યાના છિદ્રો કરી તેમાં બિયારણનું વાવેતર કરવામાં આવે છે. ગત ડિસેમ્બર-2024માં ભીંડાના પાકનું વાવેતર કર્યું હતું. જેમાં રૂ. 1.40 લાખનો પાક મળ્યો હતો. તો કેળના પાકમાં પણ 15થી 17 મહિના સુધી માવજત કરવી પડે છે. જેથી પાક ઉત્પાદનમાં રૂ. 2 લાખ સુધીની આવક મળે છે. જોકેશાકભાજીના સમયગાળામાં ફેર બદલ કરવાનું કામ પણ મોટાભાગે ખેડૂતે પોતે જ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેજુના બોરભાઠા બેટ ગામના પ્રગતિશીલ ખેડૂત અશ્વિન પટેલ મોંઘાદાટ બિયારણખાતર અને મજુરો વગર કરકસરયુક્ત મલ્ચિંગ પદ્ધતિને અપનાવી ખેતીમાં સારામાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. આ સાથે જ તેઓ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

 

Latest Stories