અંકલેશ્વર: રસ્તા પર મોત બની ઉભેલા JCB સાથે બાઈક ભટકાતા આશાસ્પદ યુવાનનું મોત

નિકુંજ ઠાકોરભાઈ પટેલ ઘરે જઈ  રહ્યો હતો ત્યારે રાત્રિના અંધારામાં જેસીબી નજરે ન પડતા બાઈક જેસીબી મશીન સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર ઇજાના પગલે નિકુંજનું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર- હાંસોટ રોડ પર અકસ્માત

  • જેસીબી સાથે બાઈક ભટકાતા યુવાનનું મોત

  • નગરપાલિકા દ્વારા ગટર લાઇનની ચાલી રહી હતી કામગીરી

  • 28 વર્ષીય આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું

  • જેસીબી ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

અંકલેશ્વર-હાંસોટ રોડ પર એશિયાડ નગર નજીક માર્ગ પર ઉભેલા જેસીબી મશીન સાથે બાઈક ચાલક ધડાકાભેર ભટકાતા બાઈક સવાર યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું. અંકલેશ્વર રોડ ઉપર આવેલ એશિયાડ નગર નજીકના હનુમાન મંદિર પાસે નગર સેવાસદનની ગટર લાઈનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ગત રાત્રીના સમયે જેસીબી ચાલકે ખોદકામ કરી જેસીબી મશીન બેદરકરીપૂર્વક મુખ્ય માર્ગ પર જ ઉભુ રાખી દીધુ હતુ.
આ દરમિયાન અંકલેશ્વરની જનક વાટિકા સોસાયટીમાં રહેતો 28 વર્ષેય નિકુંજ ઠાકોરભાઈ પટેલ તેની બાઇક નંબર GJ 16 CE 8729 લઈ ત્યાંથી પસાર થઈ તેના ઘરે જઈ  રહ્યો હતો ત્યારે રાત્રિના અંધારામાં જેસીબી નજરે ન પડતા બાઈક જેસીબી મશીન સાથે ધડાકાભેર ભટકાયું હતું અને સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઈજાના પગલે નિકુંજ પટેલનું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો જેસીબી ચાલકે બેદરકારી પૂર્વક મશીન મુખ્ય માર્ગ પર જ ઉભું કરી દેતા અકસ્માત સર્જાયો હતો ત્યારે પોલીસે જેસીબીના ચાલક અનિલ રાજભર  વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#road accident #Ankleshwar News #Ankleshwar Accident #JCB #Bike And JCB Accident
Here are a few more articles: