New Update
સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામના શાળાના બાળકો ધ્વારા સ્વચ્છતા અંગે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં લોકો સ્વચ્છાગ્રાહી બને તે માટે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં ગત તા. ૧૭ થી સ્વચ્છતા હી સેવા અભિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશાનિદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામની શાળાના બાળકો ધ્વારા સામુહિક સાફ-સફાઇ, રંગોળી, ચિત્ર તથા નિબંધ સ્પર્ધા ધ્વારા સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમોમાં શાળાના બાળકો અને શિક્ષકો જોડાયા હતા
Latest Stories