New Update
/connect-gujarat/media/media_files/2025/08/31/img-20250831-wa0045-2025-08-31-12-22-59.jpg)
અંકલેશ્વર પંચાયટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે પ્રતિવર્ષ રાધા અષ્ટમીની ઉજવણી વૃંદાવનની પરંપરાને અનુસરીને કરવામાં આવે છે જેમાં ૨૫૦ વર્ષની પરંપરા સંકળાયેલી છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/31/img-20250831-wa0044-2025-08-31-12-22-59.jpg)
આ વર્ષે પણ રાધાષ્ટમી પર્વની પૂર્વ સંધ્યાએ શોભાયાત્રા કમાલીબાવાના મંદિરે ગઈ હતી અને ત્યાં પરંપરાગત રીતે પાદુકાપૂજનનું આયોજન કરાયુ હતુ.વૃંદાવનની રાધાષ્ટમીની ઉજવણીની પરંપરા અંકલેશ્વરમાં પણ પંચાયટી બજાર સ્થીત રાધાવલ્લભ મંદિર દ્વારા ૨૫૦ થી પણ વધુ વર્ષોથી કરવામાં આવે છે.સાતમની સાંજે રાધા વલ્લભ મંદિરેથી ગોસ્વામી પરિવાર તથા ભક્તજનો કમાલી વાલા બાબાને વાડીએ ગયા હતા અને આદ્ય સ્થાપક મોહનલાલજી તેમજ લાડલી લાલજીની પાદુકા પૂજનનો લાવો લીધો હતો.સાતમની મોડી સાંજ બાદ મંદિરમાં આખી રાત ભક્તો દ્વારા ભક્તિના ભજનોની રમઝટ બોલાવાઈ હતી.વહેલી સવારે રાધા જન્મોત્સ્વ (રાધાષ્ટમિ)ની દબદબાભેર ઉજવણી કરાઈ હતી જયાં ભાવિકો દર્શનનો લાભ લઈ કૃતાર્થ થયા હતા.જોકે પ્રસાદીની એક પાદુકાને કોઈક તત્વો દ્વારા ક્ષતી પહોંચાડવામાં આવી હોય શ્રદ્ધાંળુઓની લાગણી દુભાય હતી.
Latest Stories