New Update
અંકલેશ્વરમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ૧૦ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ બપોરના સમયે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસી, ભડકોદ્રા, કાપોદ્રા,કોસમડી અને વાલીયા ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.વરસાદે લાંબા સમયનો વિરામ લેતા ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો જો કે આજે ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે અંકલેશ્વરમાં પાછોતરો વરસાદ વરસી રહ્યો છે
Latest Stories