New Update
ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરની બહેનો અને આર.એમ.પી.એસ. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ફાયર અને પોલીસના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી
ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે અંકલેશ્વરના ઇનરવ્હીલ દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. ઈનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરનીબહેનો દ્વારા ફાયર તેમજ પોલીસના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી તો સામે જવાનોએ બહેનોની રક્ષાનું વચન આપ્યું હતું
તો આ તરફ અંકલેશ્વરની આર.એમ.પી.એસ. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસમાં ફરજ બજાવતા પોલીસના જવાનોને રાખડી બાંધી અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતીમપોલીસના જવાનોએ વિદ્યાર્થીનીઓની રક્ષા માટે વચન આપ્યું હતું
Latest Stories