અંકલેશ્વર: વીર બાળ દિવસ નિમિત્તે ગુરુદ્વારામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા

આજરોજ વીર બાળ દિવસ નિમિત્તે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • આજે તારીખ 26મી જાન્યુઆરી

  • વીર બાળ દિવસની ઉજવણી

  • ગુરુદ્વારામાં યોજાયા કાર્યક્રમો

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

  • ધારાસભ્ય સહિતના આગેવાનો રહયા ઉપસ્થિત

આજરોજ વીર બાળ દિવસ નિમિત્તે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે.આ દિવસે શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહજી ના બે નાના સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું ત્યારે આજરોજ અંકલેશ્વરમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories