અંકલેશ્વર: રાજપીપળા ચોકડીથી GIDCમાં જવાનો માર્ગ ખુલ્લો મુકાયો

અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જી.આઈ.ડી.સી.ના એન્ટ્રી ગેટ જવાના માર્ગનો એક ભાગ ખુલ્લો મુકાતા વાહનચાલકોને રાહત સાંપડી છે.

New Update
a

અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જી.આઈ.ડી.સી.ના એન્ટ્રી ગેટ જવાના માર્ગનો એક ભાગ ખુલ્લો મુકાતા વાહનચાલકોને રાહત સાંપડી છે.

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જી.આઈ.ડી.સી.માં જતો માર્ગ અત્યંત બિસ્માર હોવાથી તેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરીને પગલે ભારે ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હતી. આર.સી.સી.માર્ગ બનાવવા માટે અનેક વિવાદો વચ્ચે કોર્ટનો સ્ટે હોવાથી કામ બંધ રાખવાને બદલે જેટલા ભાગમાં સ્ટે નથી તેટલા ભાગમાં યુધ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જી.આઈ.ડી.સી.ના એન્ટ્રી ગેટ જવાના માર્ગનો એક ભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.જ્યારે બાકીનું કામ પણ ટ્રાફિકને અડચણ નહીં થાય તે રીતે ઝડપી 
બનાવી માર્ગ ખુલ્લો મુકવામાં આવશે.આ માર્ગ શરૂ થતા વાહનચાલકોને મોટી રાહત થઈ છે
Latest Stories