અંકલેશ્વર: વોર્ડ નંબર-3ની વિવિધ સોસા.માં રૂ.40 લાખના ખર્ચે માર્ગોનું કરાશે નિર્માણ !

અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં વિકાસના કામોનો ધમધમાટ

  • વોર્ડ નંબર 3માં કરાશે વિકાસના કામો

  • રૂ.40 લાખનો ખર્ચ કરવામાં આવશે

  • વિવિધ સોસાયટીઓમાં બનશે માર્ગ

  • પ્રમુખ લલિતાબહેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત

અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ત્રણમાં આવેલ ભદ્રલોક સોસાયટી, શ્રીનાથ પાર્ક વચનામૃત રેસીડેન્સી અને વિરાટ નગરમાં રૂપિયા 40 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામનાર માર્ગોનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિતના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા,સ્થાનિક નગરસેવકો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.