New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
રોટરી ક્લબ દ્વારા આયોજન કરાયું
કૃત્રિમ અંગોની માપ શિબિર યોજાય
દિવ્યાંગજનોએ લીધો લાભ
ઓ.એન.જી.સી.નો સહયોગ સાંપડ્યો
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ONGC એસેટના સહયોગથી દિવ્યાંગોની નિશુલ્ક તપાસ તેમજ કુત્રિમ અંગોની માપ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઑફ અંકલેશ્વર અને ઓ.એન.જી.સી. એસેટ, અંકલેશ્વર દ્વારા મહાવીર લિંબ સેન્ટર, હુબલીના સહયોગથી ઓ.એન.જી.સી.ના કોમ્યુનિટી સેન્ટર ખાતે દિવ્યાંગોની નિ:શુલ્ક તપાસ અને ઓપરેશન અને કૃત્રિમ અંગોની માપ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેવા શિબિરનો મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ-બહેનોએ લાભ લીધો હતો. શિબિરમાં પગ અને હાથના કૃત્રિમ અંગોની માપણી, નિદાન, જરૂરી સર્જરીની પ્રક્રિયા તેમજ ફિટિંગ જેવી તમામ સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કેમ્પમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories