New Update
/connect-gujarat/media/media_files/2025/03/07/gwoaa1OpRttJKVIN1egC.jpg)
ભરૂચના હાંસોટના વમલેશ્ચર ગામે RSSના પ્રચારક ભૈયાજી જોષીએ પરિક્રમાવાસીઓ માટે નિર્માણ પામી રહેલ જે.ટી.ના કાર્યનું નિરીક્ષણ કરી મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન પણ કર્યું હતું
વિશ્વમાં એકમાત્ર નર્મદા નદી કે જેની પરિક્રમા થાય છે ત્યારે RSSના પ્રચારક સુરેશ ભૈયાજી જોષી તથા અન્ય પ્રચારક હરીદાદા હાંસોટ તાલુકાના વમલેશ્ચર ગામે પરિક્રમાવાસીઓને નર્મદા નદીને સામે પાર હોડીધાટ સુધી જવા માટે માટે બની રહેલ જે.ટી.ના કાર્ય નિરિક્ષણ કરવા પહોંચ્યા હતા. ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા રૂ. 13 કરોડના ખર્ચે છેલ્લા અઢી વર્ષથી જે.ટી.નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જે હવે અંતિમ તબક્કામાં છે. પહેલા કાચો પુલ હતો જેના કારણે પરિક્રમાવાસીઓને ઘણી અગવડતા પડતી હતી જેના પગલે ભૈયાજી જોશી તેમજ ગ્રામજનો અને અન્ય આગેવાનોની રજુઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા જે.ટી.નું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ સરકાના પ્રવાસન વિભાગ દ્વારા પણ પરિક્રમાવાસીઓ માટે બે મોટા ડોમ પણ બનાવવામાં આવ્યા છે. ભૈયાજી જોશી સહિત આગેવાનોએ મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન કર્યું હતુ.આ પ્રસંગે ગામના સરપંચ પારુલ પટેલ, જીગ્નેશ પટેલ,કૌશિક પટેલ તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories