અંકલેશ્વર:બાપુ નગર સ્થિત સંકટ મોચન હનુમાન મંદિરે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન,મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વરના બાપુ નગર સ્થિત સંકટ મોચન હનુમાન મંદિરે કથાકાર ઇન્દ્રેશ મિશ્રા શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • બાપુ નગરમાં શ્રીમદ ભાગવત કથા યોજાય

  • સંકટ મોચન હનુમાન મંદિરે કથાનું આયોજન

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો લાભ

  • પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

Advertisment
અંકલેશ્વરના બાપુ નગર સ્થિત સંકટ મોચન હનુમાન મંદિરે કથાકાર ઇન્દ્રેશ મિશ્રા શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.
અંકલેશ્વરના બાપુ નગર સ્થિત સંકટ મોચન હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના પટાંગણમાં તારીખ-છઠ્ઠી ફેબ્રુઆરીથી ૧2મી ફેબ્રુઆરી સુધી  શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર ઇન્દ્રેશ મિશ્રા  અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.કથા શ્રવણનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.કથામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગો ઉજવવવામાં આવ્યા હતા. આવતીકાલે હોમાત્મક યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.હનુમાન મંદિરમાં 31માં પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે આ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Advertisment
Latest Stories