New Update
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
પી.એમ.મોદીના જન્મદિવસે કાર્યક્રમનું આયોજન
ગંગાસ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ કરાયુ
ભાજપ અને શિવ પરિવાર દ્વારા આયોજન
ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે ગંગાસ્વરૂપ બહેનોને સાડી વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે ભાજપ અને શિવ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગંગાસ્વરૂપ બહેનોને સાડી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, દીવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ,પરેશ પટેલ, જીગ્નેશ પટેલ, એલ.બી.પાંડે સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ગંગા સ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના ભડકોદ્રા, કાપોદ્રા, કોસમડી અને ભાદી ગામની 500 થી વધુ ગંગાસ્વરૂપ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.તો સાથે જ બહેનોના હસ્તે કેક કપાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Latest Stories