New Update
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
ભડકોદ્રા ગામે કાર્યક્રમનું આયોજન
સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા આયોજન કરાયું
આંગણવાડીના બાળકોને સ્વેટરનું વિતરણ
અંકલેશ્વરમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્ય સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા ભડકોદ્રા ગામની આંગણવાડીના બાળકોને સ્વેટરનું વિતરણ કરાયું હતું. અંકલેશ્વરમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત સત્યમેવ જયતે ગ્રુપે સ્થાપનાના છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.
ગ્રુપના સ્થાપના દિવસ નિમિત્તે વધુ એક સેવા કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરના ભડકોદ્રા ગામની આંગણવાડીના બાળકોને ઠંડીથી રક્ષણ આપતા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રુપના કિશન મૌર્ય, રિતેશ રાણા, રાકેશ યાદવ, હેમેન્દ્ર પટેલ, પ્રફુલ્લ પટેલ સહિતના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories