New Update
/connect-gujarat/media/media_files/2024/12/15/SVcTMgmRdQt12SC6weYl.jpg)
અંકલેશ્વરની પાનોલી પોલીસે પાનોલીથી રવીદ્રા ગામ તરફના માર્ગ ઉપરથી કોઇપણ જાતની મંજુરી વિના ઘન કચરો ખાલી કરવા સુરતથી આવેલ ત્રણ હાઈવા ટ્રક ડીટેઈન કરી ૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન પાનોલીથી રવીદ્રા ગામ તરફના માર્ગ ઉપર ત્રણ હાઈવા ટ્રકમાં ઘન કચરો ભરેલ હતો જે ટ્રકને અટકાવી ટ્રક ચાલક સુરેશ બચું નીનામા,રણજીત પન્સિંગ વાસકેલા અને સંજીત ગૌરી યાદવની કચરા બાબતે પુછપરછ કરતા આ કચરો સુરતની સચિન જી.આઈ.ડી.સી.પાસે ખજોડ ડમ્પિંગ સાઈટ ખાતેથી ઘન કચરો ભરી રવીદ્રા ગામના જાબીર પટેલના ખેતરમાં ખાલી કરવા માટે જતા હોવાનું જણાવ્યું હતું પોલીસે ત્રણેય ટ્રક ચાલકો પાસે ગ્રામ પંચાયત,આરોગ્ય વિભાગ,જી.પી.સી.બી તેમજ ફાયર વિભાગ સહીત સંબંધિત વિભાગોની મંજુરી બાબતે પૂછાતા તેઓએ સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેવા કૃત્ય બદલ ગુનો નોંધી ૭૧ હજારથી વધુ કિલો ગ્રામ ઘન કચરો અને ત્રણ વાહનો મળી કુલ ૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.
Latest Stories