New Update
અંકલેશ્વરના જુના દીવા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર સિક્યુરિટીને બંધક બનાવી રૂપિયા 1.91 લાખની લૂંટ થવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.પોલીસે આ મામલામાં ફરિયાદી એવા સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે. આરોપીને પૈસાની જરૂર હોય તેણે જાતે જ લૂંટ થઈ હોવાનું તરકટ રચ્યું હતું
ગત તારીખ-૧૬મી જુલાઈના રોજ જુનાદીવા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર સિક્યુરીટીને અજાણ્યા ચાર ઈસમોએ પકડી રાખી દોરડાથી લીમડા સાથે બાંધી કોપરના બે વાયરો અને મોબાઈલ ફોન મળી કુલ ૧.૯૧ લાખની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા આ અંગે ફરીયાદી જીતેન્દ્ર સીંગ શ્યામબરણસીંગ રાજપુતએ અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે તપાસ ચલાવી રહેલ ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે આ લુંટના ગુનામાં અરવીંદસીંગ રાજપુત સંડોવાયેલ છે અને હાલમાં અમદાવાદ જુના વાડજ ખાતે ક્રીષ્ના સિક્યુરીટીમાં નોકરી કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અરવીંદસીંગ રાજપુતની અટકાયત કરી તેની પુછપરછ કરતા તેણે ચાર મહીના પહેલા ફરીયાદી જીતેન્દ્રસીંગ શ્યામબરણસીંગ રાજપુત તેમજ ભીમસીંગ રાજપુત,અંકીતસીંગ રાજપુત અને શીવાકાંતસીંગ રાજપુત સાથે જુના દીવા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને તેઓને પૈસાની જરૂર હોય જેથી તેઓ પાંચેય ભેગા મળી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયરો ચોરી કરી હતી અને વાયર ચોરીમાં પકડાઈ નહિ જાય તે માટે લુંટનું તરકટ રચ્યું હોવાની કબુલાત કરી હતી.
Latest Stories