અંક્લેશ્વર: ડેન્ગ્યુના વાવર વચ્ચે બ્લડબેંકમાં પ્લેટલેટ કાઉન્ટની અછત, મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવાની અપીલ

અંકલેશ્વર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ બીમારીનો વાવર ચાલી રહ્યો છે.ખાસ કરીને લોકો ડેન્ગ્યુના રોગમાં સપડાતા પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતા ડિમાન્ડ વધી છે ત્યારે મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે

New Update

અંકલેશ્વરમાં બેવડી ઋતુનો અનુભવ

ડેન્ગ્યુના રોગે ભરડો લીધો

ડેન્ગ્યુમાં દર્દીના શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતાં હોય છે

બ્લડબેંકમાં પ્લેટલેટ કાઉન્ટની અછત

મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા અપીલ

અંકલેશ્વર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ બીમારીનો વાવર ચાલી રહ્યો છે.ખાસ કરીને લોકો ડેન્ગ્યુના રોગમાં સપડાતા પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતા ડિમાન્ડ વધી છે ત્યારે મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે
હાલ બેવડી ઋતુના કારણે અંકલેશ્વર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બિમારીનો વાવર ચાલી રહ્યો છે જેમાં લોકો તાવમાં સપડાઈ રહ્યા છે. ખાસ કરીને લોકોને ડેન્ગ્યુ જેવો રોગ થઈ રહ્યો છે.ડેન્ગ્યુ રોગમાં દર્દીના પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતા હોય છે અને તેના કારણે ઘણા કિસ્સાઓમાં દર્દીનું મૃત્યુ પણ નિપજી શકે છે ત્યારે પ્લેટલેટ કાઉન્ટની ઘણી જરૂરિયાત જોવા મળી રહી છે પરંતુ બ્લડ બેંકોમાં પ્લેટલેટ કાઉન્ટની અછત સર્જાય છે ત્યારે અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક દ્વારા લોકોને મોટી સંખ્યામાં રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી છે.અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડબેંકના બ્લડ ટ્રાન્સમિશન ઓફિસર જે.એમ.જાદવે જણાવ્યું હતું કે ડેન્ગ્યુની સારવારમાં પ્લેટલેટ કાઉન્ટ મહત્વપૂર્ણ હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરવું જોઈએ જેનાથી લોકોનો જીવ બચાવી શકાય છે
અંકલેશ્વરના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતાં યુવક પ્રફુલ પાટીલે પણ આ પરિસ્થિતિને જોતા રક્તદાન કર્યું હતું તેઓએ જણાવ્યું હતું કે આજના સમયમાં ડેન્ગ્યુના કેસો વધવાના કારણે પ્લેટલેટ કાઉન્ટની જરૂર પડતી હોય છે ત્યારે  દરેક યુવાનોએ આગળ આવી બ્લડ ડોનેશન કરવું જરૂરી છે 
લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા સામાન્ય કરતાં ઓછી હોય કે વધુ બંને સ્થિતિ સ્વાસ્થ્ય માટે ગંભીર બની શકે છે. લોહીમાં પ્લેટલેટ કાઉન્ટમાં ખલેલ પણ દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે. લોહીની વિકૃતિઓ જેમ કે થ્રોમ્બોસાયટોસિસ, થ્રોમ્બોસાયટોપેનિયા અને ઇમ્યુન થ્રોમ્બોસાયટોપેનિયા જેના કારણે પ્લેટલેટની ઓછી અથવા ઊંચી સંખ્યા આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસરો કરી શકે છે.
Latest Stories