હેક્ષોન આર્કેડમાં ગણેશોત્સવનું સમાપન
હેક્ષોન આર્કેડમાં કરાયું હતું ગણેશજીનું સ્થાપન
શ્રી સત્યનારાયણ દેવની કથા અને હવન યોજાયા
હેક્ષોન આર્કેડ પરિવારના સભ્યો રહ્યા ઉપસ્થિત
મહાપ્રસાદી બાદ ગણેશજીનું કરાયું વિસર્જન
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત હેક્ષોન આર્કેડ ખાતે શ્રી ગણેશોત્સવનું ધર્મભીનું સમાપન થયું હતું,આ પ્રસંગે ભક્તોએ ભારે હૈયે વિઘ્નહર્તા દેવને વિદાય આપીને વિસર્જન કર્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત હેક્ષોન આર્કેડ ખાતે આ વર્ષે પંડાલમાં શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા.સમસ્ત હેક્ષોન આર્કેડ પરિવાર દ્વારા ગણેશ મહોત્સવ-2025નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું,ત્યારે આજરોજ ગણેશોત્સવના સાતમા દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા સાથે હવનનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે હેક્ષોન આર્કેડ પરિવારના સભ્યો ઉપસ્થિત રહીને સત્યનારાયણ કથા અને હવનનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી,જ્યારે ભક્તોએ મહાપ્રસાદીનો લ્હાવો પણ લીધો હતો.
સાત દિવસ સુધી ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ હેક્ષોન આર્કેડના વિઘ્નહર્તા દેવને ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી.અને જીઆઇડીસીના ઈએસઆઈસી પાસેના કૃત્રિમ કુંડમાં શ્રીજીનું નિર્વિઘ્ને વિસર્જન કરવામાં આવ્યું હતું.આ અવસર નિમિત્તે ગણપતિનો જય જય કાર સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.