New Update
-
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આયોજન
-
શ્રી પ્રબોધમ યુવા મહોત્સવની કરાશે ઉજવણી
-
તારીખ 5 જાન્યુઆરીએ આયોજન
-
કાર્યક્રમની તડામાર તૈયારીઓ
-
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કાર્યક્રમ સ્થળની લીધી મુલાકાત
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અમતપરા નજીક એરપોર્ટની સામેના ભાગે આવેલ જય અંબે એસ્ટેટ ખાતે તારીખ 5મી જાન્યુઆરીના રોજ યોજાનાર શ્રી પ્રબોધમ યુવા મહોત્સવની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે
આગામી તારીખ પાંચમી જાન્યુઆરીના રોજ ગુરુહરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 91મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નેશનલ હાઈવે સ્થિત જય અંબે એસ્ટેટ ખાતે શ્રી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ યુવા મહોત્સવમાં ભાગ લેવા તેમજ તેને નિહાળવા હજારો હરિભક્તો પધારશે જેની તૈયારીના ભાગરૂપે સંતો મહંતોની હાજરીમાં તેઓના માર્ગદર્શન હેઠળ બંગાળી કારીગરો દ્વારા વિરાટ કદના સ્ટેજના નિર્માણ કાર્યને બંગાળી આખરી ઓપ અપાય રહ્યો છે.આજનો યુવાન દેશનો સાચો સંદેશવાહક બને વિવેકી ધાર્મિક તેમજ સંસ્કારી બને તેમજ તેના જીવનના ધ્યેયની સ્પષ્ટતા થાય અને જીવનમાં સાચો માર્ગ પ્રાપ્ત કરે તેવા શુભ આશયથી શ્રી પ્રબોધમ યુવા મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું છે.તૈયારીઓને નિરીક્ષણ માટે ભરૂચના ધારાભ્ય રમેશ મિસ્ત્રી સહિત ભાજપના હોદ્દેદારો પહોંચ્યા હતા
આ કાર્યક્રમમાં અંદાજિત 5000 જેટલા વિદેશી ભક્તો પણ પધારશે તેમજ દેશના તમામ રાજ્યોના અંદાજિત પોણા બે લાખ જેટલા યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.
Latest Stories