New Update
આવતીકાલે જન્માષ્ટમીના પર્વની ઉજવણી
અંકલેશ્વરમાં ભવ્ય આયોજન
સરદાર પટેલ સેવા સમાજ દ્વારા દ્વારા આયોજન કરાયું
ભવ્ય શોભા યાત્રા નિકળશે
મોટી સંખ્યામાં લોકોને જોડાવા આમંત્રણ
અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં જન્માષ્ટમી પર્વ નિમિતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ પોતીકી સંસ્કૃતિ, અધ્યાત્મનો સુભગ સમનવ્ય થકી જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રથયાત્રાનું પ્રતિ વર્ષ આયોજન કરતા આવે છે.જેના ભાગરૂપે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને અંકલેશ્વર નોટિફાઈડ એરીયામાં કાર્યરત ૭૦ જેટલી વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુશોભીત રથોનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.
નોટિફાઈડ વિસ્તારમાં તમામ માર્ગો ઉપર ધજા તોરણોનુ સુશોભન કરવામાં આવી રહ્યુ છે.આગામી ૨૬મી ઓગસ્ટના રોજના બપોરે ૧ કલાકથી શોભાયાત્રાનો પ્રારંભ થશે જે રહેણાંક વિસ્તારના વિવિધ માર્ગો ઉપરથી પસાર થશે.આ અંગે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખ દુધાત,ઉપપ્રમુખ સી. કે પટેલ,અગ્રણીઓ સુરેશ દેવાણી, સાંસ્કૃતિક કમિટીના ચેરમેન અતુલ પટેલએ આયોજનની રૂપરેખા આપી હતી.
Latest Stories