અંકલેશ્વર ગડખોલ પાટિયાના વેલકમ નગર ખાતે અનુપમ સત્સંગ મંડળ દ્વારા રજત મહોત્સવની ઉજવણી

શ્રી ઠાકોરજી મહારાજ અને સંત ભગવંત સાહેબજી મહારાજની પ્રેરણાથી સદગુરુ સંત પરમ પૂજ્ય અશ્વિન દાદાનો 83મો પ્રાગટ્ય પર્વ તથા અંકલેશ્વર અનુપમ સત્સંગ મંડળના 25 વર્ષ પૂર્ણ થતા રજત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

New Update

ગડખોલ પાટિયાના વેલકમ નગર ખાતે કાર્યક્રમ યોજાયો

પ.પૂ. અશ્વિન દાદાનો 83મો પ્રાગટ્યની વિશેષ ઉજવણી

અનુપમ સત્સંગ મંડળના 25 વર્ષની કરાય ભવ્ય ઉજવણી

રજત મહોત્સવમાં મોટી સંખ્યામાં આમંત્રિતોની ઉપસ્થિતિ

ભક્તિના રસમાં ભીંજાય ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા સ્થિત વેલકમ નગર સોસાયટી ખાતે અનુપમ સત્સંગ મંડળના 25 વર્ષ પૂર્ણ થતા રજત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા સ્થિત વેલકમ નગર સોસાયટી ખાતે શ્રી ઠાકોરજી મહારાજ અને સંત ભગવંત સાહેબજી મહારાજની પ્રેરણાથી સદગુરુ સંત પરમ પૂજ્ય અશ્વિન દાદાનો 83મો પ્રાગટ્ય પર્વ તથા અંકલેશ્વર અનુપમ સત્સંગ મંડળના 25 વર્ષ પૂર્ણ થતા રજત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સંતોના દિવ્ય સાનિધ્યમાં આયોજિત અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ભજન કીર્તન સહિત મહાપ્રસાદના આયોજનમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના આગેવાનો સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ઉપસ્થિત તમામ ભક્તો ભક્તિના રસમાં ભીંજાય ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Read the Next Article

ભરૂચ: દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની આજે જન્મ જયંતિ, કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાય

ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • મર્હુમ અહેમદ પટેલનું જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ

  • અહેમદ પટેલની પ્રતિકૃતિને પુષ્પાંજલી અર્પણ કરાય

  • કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • અહેમદ પટેલના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી,હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું ત્યારે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા