અંકલેશ્વર: કોસમડીની સેવન સ્ટાર રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકયા, મકાનમાંથી રૂ.6.50 લાખની ચોરી

અંકલેશ્વરના કોસમડી ગામની સેવન સ્ટાર રેસિડેન્સીના બંધ મકાનને નિશાન બનાવી  તસ્કરોએ  સોનાના ઘરેણાં  અને રોકડા 2 લાખ મળી કુલ 6.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા 

New Update

અંકલેશ્વરના કોસમડી ગામની સેવન સ્ટાર રેસિડેન્સીના બંધ મકાનને નિશાન બનાવી  તસ્કરોએ  સોનાના ઘરેણાં  અને રોકડા 2 લાખ મળી કુલ 6.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા 

મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામની સેવન સ્ટાર રેસિડેન્સીમાં રહેતા મહંમદ મુન્ના અબ્દુલરઉફ મન્સૂરી ગતરોજ રાતે 9:30 કલાકે પોતાના મકાનનું તાળું મારી નોકરી ઉપર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ મકાનમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડા 2 લાખ મળી કુલ 6.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories