New Update
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
નવદુર્ગા મિત્રમંડળ દ્વારા ચાલી રહી છે રામકથા
રામકથામાં સન્માન સમારોહ યોજાયો
સામાજિક કાર્યકરોનું કરાયુ સન્માન
નિવૃત્ત પોલીસકર્મીઓનું પણ સન્માન
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નવદુર્ગા મિત્ર મંડળના ગ્રાઉન્ડમાં આયોજિત રામકથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ નવદુર્ગા મિત્ર મંડળના ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જગદીશ મહારાજ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે ત્યારે કથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બિનવારસી મૃતદેહોને સ્મશાન સુધી પહોંચાડતા અને કોરોના કાળમાં અસંખ્ય મૃતદેહના અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકી તેમજ 117 વખત રક્તદાન કરી માનવસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર રશ્મિકાંત કંસારાનું સન્માન કરવામાં આવ્યું હતું. તો ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા એ.એસ.આઇમ કનકસિંહ અને એ.એસ.આઈ રમેશભાઈનું પણ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નવદુર્ગા મિત્ર મંડળના સભ્યો તેમજ આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.