New Update
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી
અંકલેશ્વરમાં પાડવામાં આવ્યા દરોડા
કામધેનુ એસ્ટેટના ગોડાઉનમાંથી ઝડપાયું કેમિકલ
જોખમી કેમિકલને ગેરકયાદેસર રીતે કરાયુ હતું સ્ટોર
રૂ.22 લાખના મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત
ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલ કામધેનું ઈન્ડસ્ટ્રીટ એસ્ટેટ-૪ સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઈઝ ગોડાઉનમાંથી જોખમી રીતે મિક્ષ સોલવન્ટ પ્રવાહી ભરેલ ૩૩૪ નંગ બેરલ મળી કુલ ૨૨.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગુજરાતમાં રાજકોટ સહિતના સ્થળોએ સર્જાયેલ અગ્નિકાંડના બનાવો ફાયર સેફ્ટીના અભાવે બન્યા હોય જેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલ કામધેનું ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટ-૪ સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઈઝ ગોડાઉનમાં ગેરકાયદેસર અને જોખમી રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સંગ્રહ કરવામાં આવ્યું છે.
જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી મિક્ષ સોલવન્ટ પ્રવાહી ભરેલ ૩૩૪ નંગ બેરલ મળી આવ્યા હતા.પોલીસે કુલ ૨૨.૧૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલામાં જરૂરી લાયસન્સ અને ફાયર સેફટી વિના જોખમી રીતે રસાયણ રાખવા બાબતે જી.આઈ.ડી.સી.માં ગોલ્ડન પોઇન્ટ પાસે આવેલ રોયલ રેસીડન્સીમાં રહેતા માધવરામ ઉર્ફે બબલુ રામક્રીપાલ તિવારી વિરુદ્ધ એસઓજી પોલીસે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીને વધુ તપાસ શરૂ કરી હતી.
Latest Stories