New Update
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી
અંકલેશ્વરમાં પાડ્યા દરોડા
શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપાયો
4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
રૂ.1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં દાતાર સ્ક્રેપ નામની દુકાન પાસે થ્રિ વહીલ ટેમ્પોમાંથી શંકાસ્પદ લોખંડ સળિયા મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ દાતાર સ્ક્રેપની દુકાન આગળ થ્રિ વહીલ ટેમ્પોમાં શંકાસ્પદ લોખંડના સળિયા ભરીને વેચાણ માટે આવેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એસ.ઓ.જીની ટીમે દરોડા પાડ્યા હતા.
પોલીસને સ્થળ પરથી ટેમ્પોમાં ભરેલ 250 કિલો ગ્રામ લોખંડના સળિયા મળી આવ્યા હતા પોલીસે ટેમ્પોમાં સવાર ચાર ઇસમોની પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે હસ્તી તળાવ સીધેશ્વર સોસાયટીમાં રહેતો ધર્મેન્દ્ર છીતેન જેસવાલ,અબ્દુલ મજીદ શેખ, કિરણ વસાવા અને જસવંત જેન્તી વસાવાની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.