અંકલેશ્વર: દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવનું આયોજન, સ્પર્ધકોએ ઉત્સાહભેર લીધો ભાગ
અંકલેશ્વરની ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ સ્થિત એફ.ડી.ડી.આઈ.કોલેજ ખાતે દક્ષીણ ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.
અંકલેશ્વરની ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ સ્થિત એફ.ડી.ડી.આઈ.કોલેજ ખાતે દક્ષીણ ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ભરૂચ: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.
આ ટેક્નોલોજીમાં હયાત મટીરીયલને રીસાયકલ કરીને Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે.હાલ દેવલા ગામ પાસે ૫૦૦ મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ-૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.