અંકલેશ્વર: દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવનું આયોજન, સ્પર્ધકોએ ઉત્સાહભેર લીધો ભાગ

અંકલેશ્વરની ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ સ્થિત એફ.ડી.ડી.આઈ.કોલેજ ખાતે દક્ષીણ ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.

New Update

અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો

એફ.ડી.ડી.આઈ કોલેજ ખાતે આયોજન

સ્પર્ધકોએ ઉત્સાહભેર લીધો ભાગ

કલેકટર તુષાર સુમેરા રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરની ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ સ્થિત એફ.ડી.ડી.આઈ.કોલેજ ખાતે દક્ષીણ ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ અને એફ.ડી.ડી.આઈ.કોલેજ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરની ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ સ્થિત એફ.ડી.ડી.આઈ.કોલેજ ખાતે દક્ષીણ ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી યુવા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ દક્ષીણ ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવમાં એક પાત્ર અભિનય,વાંસળી વાદક સ્પર્ધા અને ગણિત-વિજ્ઞાન પ્રદર્શન સહિતની સ્પર્ધામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ પ્રસંગે  જીલ્લા કલેકટર તુષાર સુમેરા,પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા,પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ,મામલતદાર કરણસિંહ રાજપૂત,જીલ્લા યુવા વિકાસ અધિકારી અને આમંત્રિતો તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
#Bharuch #Gujarat #organized #Ankleshwar #district level youth festival
Here are a few more articles:
Read the Next Article