અંકલેશ્વર : શ્રી ખોડલધામ-કાગવડ સમિતિ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા...

અમરેલીમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના લાભાર્થે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

author-image
By Connect Gujarat Desk
New Update

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત નવરાત્રિ મહોત્સવ

કેન્સર હોસ્પિટલના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું આયોજન

રાજ્યભરમાં 37 સ્થળો પર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીનું આયોજન

“આપણી દીકરી, આપણા આંગણે” થીમ પર ગરબાનું આયોજન

ખેલૈયાઓ પારંપરિક વેશભૂષા ધારણ કરી ઘૂમી રહ્યા છે ગરબે

અમરેલીમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના લાભાર્થે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપણી દીકરીઆપણા આંગણે” સૂત્રને સાર્થક કરતા ગરબા ઉત્સવની કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં 37 જેટલા સ્થળોએ ટ્રસ્ટના નિયમ અનુસાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ પ્રમાણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં શ્રી ખોડલધામ સમિતિ દ્વારા સતત બીજા વર્ષે નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જે ગરબા ઉત્સવની કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. "આપણી દીકરીઆપણા આંગણે" થીમ આધારિત નવરાત્રિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પારંપરિક વેશભૂષા ધારણ કરી ગરબે ઝૂમી માઁ ભગવતીની આરાધનામાં લીન બન્યા છે.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં કેન્સરના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેન્સરની ટેકનોલોજી સફળ હોસ્પિટલ ન હોયજેથી દર્દીઓને સારવાર માટે અન્ય મોટા શહેરો તથા રાજ્યમાં જવું પડતું હોય છે. જેથી દર્દીઓને સમય અને નાણાંનો વ્યય થતો હોય છેત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળને વિચાર આવ્યા બાદ રાજકોટ નજીકના અમરેલી ગામ ખાતે 42 એકરમાં વર્લ્ડક્લાસ કેન્સર હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ઉપક્રમે વિવિધ સમાજના ઉત્થાન માટે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભૂમિદાનનું અનુદાન સ્વીકારવા માટે અલાયદા કાઉન્ટરની પણ વ્યવસ્થા અંકલેશ્વર ખોડલધામ ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છેત્યારે નવરાત્રિ મહોત્સવ દરમ્યાન થયેલી આવક-જાવક બાદ જે કંઈક બચત થશે તે તમામ બચત કેન્સર હોસ્પિટલના લાભાર્થે વાપરવામાં આવશે તેવું ગરબા આયોજકોએ જણાવ્યુ હતું.

Latest Stories