અંકલેશ્વર : સલામત સવારી’વાળી ST બસ વરસાદી પાણીમાં ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, મેઘમહેરના પગલે જાહેર માર્ગ પર ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકેમેઘમહેરના પગલે જાહેર માર્ગ પર ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. ચક્કાજામથી મુક્ત થઈનેસર્વિસ રોડ પરથી પસાર થતી એસટી. બસ પાણીમાં ફસાઈ હતીજેના કારણે મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા.

ભરૂચ જિલ્લામાં અવિરત મેઘમહેર યથાવત રહેવાના કારણે ઠેર ઠેર પાણી ભરવાની ઘટના પ્રકાશમાં આવી છેત્યારે વરસાદને પગલે 24 કલાકથી ટ્રાફિકજામની સ્થિતી પણ સર્જાઈ છે. મુખ્ય માર્ગ પર પાણીએ જમાવટ કરતાં વાહનોની કતાર લાગી છે. ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એસટી. બસના ચાલકે ટ્રાફિકથી મુક્ત થવા અને પોતાના ડેસ્ટિનેશન સુધી સુનિશ્ચિત સમયમાં પહોંચવા માટે અંકલેશ્વરના પિરામણ ગામથી આમલાખાડી પાસેના માર્ગથી પસાર થઇ હતી. જોકેત્યાં માર્ગમાં જ પાણીમાં બસ ફસાઈ ગઈ હતી. વરસાદી પાણીમાં બસ ફસાવવાના કારણે મુસાફરોમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદી પાણીમાં ફસાયેલી એસટી. બસને JCB મશીનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

અંકલેશ્વર ભાજપ દ્વારા  સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે  ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયુ

  • તિરંગા યાત્રાનું આયોજન

  • શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રા નિકળી

  • મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

અંકલેશ્વર ભાજપ દ્વારા  સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે  ભડકોદરા ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.શહેરના ચૌટાનાકા પાસે મેઘના આર્કેડ થી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદરો ,નગરપાલિકા ના સભ્યો સહીત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમા તિરંગો લઇ જોડાયા હતા.આ તિરંગા યાત્રા ચૌટા બજાર થઇ જવાહર બાગ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિત સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ્ય વિસ્તારમાં નીકળેલ તિરંગા યાત્રામાં તાલુકા ભાજપ પ્રમુખ અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત સહિતના મહાનુભાવો સહિત ગ્રામજનો જોડાયા હતા