New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
એ.આઈ.એ.ઓડીટોરીયમ ખાતે આયોજન
-
સેફટી વિષય પર રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો
-
અંકલેશ્વર ઉદ્યોગ મંડળનો સહયોગ સાંપડ્યો
-
સેફટી વિભાગના કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે એ.આઈ.એ હોલ ખાતે સફેટી વિષય પર રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
ઔદ્યોગિક એકમોમાં બનતા વારંવારના અકસ્માતોને રોકવા માટે અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રીઝર્વેશન સોસાયટી તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા એ.આઈ.એ. ઓડિટોરિયમ ખાતે એચ.એસ.ઇ એટલે કે હેલ્થ,સેફટી અને એન્વાયરમેન્ટ વિષય પર રાજ્યકક્ષાના જનજાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાથે જ સેફટીના સાધનોનું એક્ઝિબિશન પણ યોજાયું હતું.
આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડાયરેક્ટર પી.એમ. શાહ,કોલાઇઝર લાઇફ સાયન્સ કંપનીના દેવેન્દ્ર કુમાર,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા, અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રીઝર્વેશન સોસાયટીના અતુલ બુચ, ઉદ્યોગ અગ્રણી એન.કે. નાવડીયા, અશોક પંજવાણી, નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચેરમેન અમુલક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ચાર સેશનમાં યોજાયેલા સેમિનારમાં અંકલેશ્વર ઝઘડીયા, પાનોલી સહિતની ઔદ્યોગિક વસાહતની કંપનીઓના સેફટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓને તજજ્ઞોએ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
Latest Stories