અંકલેશ્વરના વિદ્યાર્થીએ દિલ્હી ખાતે યોજાયેલ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો, PM મોદી સાથે પણ થઈ મુલાકાત

NCC કેડેટ્સ અને અંકલેશ્વરના વિદ્યાર્થી પિયુષ મોદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો મોકો પ્રાપ્ત થયો પિયુષ મોદીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સન્માન કરવામાં આવ્યું

New Update
Piyush Modi
સાબરમતી આશ્રમથી નીકળેલી એનસીસી વિદ્યાર્થીઓની દાંડી પદયાત્રાના વિદ્યાર્થીઓએ દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વ પર યોજાયેલ પરેડમાં ભાગ લીધો હતો જેમા અંકલેશ્વરના વિદ્યાર્થી પિયુષ મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી
Advertisment
NCC Cadets
સ્વચ્છ ભારત, વ્યસન મુક્ત ભારત, ફીટ ઇન્ડિયા, સશકત મહિલા જેવા સંદેશ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી એન.સી.સીના કુલ ૪૦ કેડેટ્સ,એક અધિકારી અને ૧૪ સ્ટાફ સભ્યોએ ડિસેમ્બર માસમાં દાંડી યાત્રા પૂર્ણ કરી હતી.આ યાત્રામાં સામેલ ગુજરાત સહિત દેશના 4 રાજયના વિદ્યાર્થીઓએ દિલ્હી ખાતે યોજાયેલ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો ત્યારે NCC કેડેટ્સ અને અંકલેશ્વરના વિદ્યાર્થી પિયુષ મોદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો મોકો પ્રાપ્ત થયો હતો.
Kartavyapath Pared
પિયુષ મોદીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે પિયુષ મોદીએ ટેલિફોનિક વાતચીતમાં.જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત એક અવિસ્મરણીય પ્રસંગ હતો અને આ બદલ તેઓ ગર્વ અનુભવે છે. પિયુષ મોદી અંકલેશ્વરના ગડખોલ પાટીયા સ્થિત પ્રમુખ પાર્કમાં રહે છે અને તે બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
Latest Stories