New Update
/connect-gujarat/media/media_files/qbZEUNK5YUdN74ugCVbY.jpg)
ભરૂચના ઝાડેશ્વર ખાતેની સંસ્કાર વિદ્યાભવનમાં S G F I ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં અંકલેશ્વરના વિદ્યાર્થીના ઉત્કૃ ષ્ટ દેખાવને કારણે રાજ્યકક્ષાની ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી.
/connect-gujarat/media/media_files/kCs50D4UdokYdROrgrNL.jpg)
ભરૂચ જિલ્લા કક્ષાની S G F I ટુર્નામેન્ટનું આયોજન તારીખ ૦૮/૧૦/૨૪ને મંગળવારના રોજ સંસ્કાર વિદ્યાભવન,ઝાડેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર શ્રવણ વિદ્યાભવનના U-19 ના વિદ્યાર્થીઓ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.તેમજ U -19 ના વિદ્યાર્થીઓની ટીમે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે. અને U-19 ના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની ટીમ માટે પસંદગી કરવામાં આવી છે.
/connect-gujarat/media/media_files/kCs50D4UdokYdROrgrNL.jpg)
જેમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા કાવ્ય ચેતનભાઈ સુરતીની પસંદગી કરવામાં આવી છે,અને હવે રાજ્યકક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના પ્રમુખ કિશોર સુરતી, મંત્રી કિરણ મોદી તેમજ આચાર્ય દીપિકા મોદીએ વિદ્યાર્થીઓ તેમજ પી. ઈ.શિક્ષક યોગેન્દ્રસિંહ ખરચીયાને અભિનંદન પાઠવ્યા હતા.
Latest Stories