New Update
-
અંકલેશ્વરમાં હનીટ્રેપનો ચકચારી બનાવ
-
સુરતના જમીન દલાલને હનીટ્રેપમાં ફસવાયા
-
હોટલમાં મળવા બોલાવી રૂપિયા પડાવાયા
-
જમીનની ફાઇલ આપવાના બહાને હોટલમાં બોલાવાયા
-
મહિલા સહિત 2 આરોપીની ધરપકડ
અંકલેશ્વરમાં હની ટ્રેપનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં જમીન દલાલને હોટલમાં મળવાના બહાને બોલાવી એક મહિલા તેમજ બે આરોપીઓએ માર મારી જમીન દલાલનું અપહરણ કરવામાં આવ્યું હતું અને લાખો રૂપિયા પડાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો જોકે પોલીસે આ મામલામાં મહિલા સહિત 2 આરોપીની ધરપકડ કરી છે.
રાજ્યમાં હનીટ્રેપના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અંકલેશ્વરમાં સુરતના જમીન દલાલ હનીટ્રેપનો શિકાર બન્યા હતા.ચકચારી બનાવની વિગતો પર નજર કરીએ તો સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા પરસોતમ સુતરીયા જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓનો બેથી ત્રણ માસ પૂર્વે ગાંધીનગરના રાંદેસર વિસ્તારમાં રહેતી પાયલ પટેલ નામની મહિલા સાથે સંપર્ક થયો હતો જે પણ જમીન દલાલીનું કામ કરતી હતી.
સૌરાષ્ટ્ર તરફની એક જમીનની ફાઈલની આપ લેના બહાને પાયલ પટેલે તારીખ 6 માર્ચના રોજ મધ્યરાત્રીના સમયે પરસોતમ સુતરિયાને અંકલેશ્વરના રેલ્વે સ્ટેશન નજીક આવેલ હોટલ મયુરામાં મળવા બોલાવ્યા હતા જેવા પુરુષોત્તમ સુતરીયા હોટલમાં પહોંચ્યા ત્યારે પ્લાન મુજબ અન્ય આરોપી પાર્થ ઠાકર અને કમલેશ મહેતા પણ ત્યાં પહોંચ્યા હતા અને પરસોતમ સુતરીયાને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયાની માંગ કરી હતી જો કે જમીન દલાલે રૂપિયા આપવાની ના કહેતા તેઓને માથાના ભાગે બોથડ પદાર્થ મારી દીધો હતો અને ત્યાંથી તેમનું કારમાં અપહરણ કરી ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઇવે પર લઈ જવામાં આવ્યા હતા.
આરોપીઓએ પરસોતમ સુતરીયા પાસે ચપ્પુની અણીએ રૂપિયા 13,500 ગુગલ પે કરાવડાવ્યા હતા આ ઉપરાંત રોકડ રકમ અને વિવિધ બેંકના ત્રણ ચેકમાં રૂપિયા 7.50 લાખ લખાવી લેવામાં આવ્યા હતા.આ ઘટના બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ અંગે જમીન દલાલ પરસોતમ સુતરીયાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા
જેમાં પોલીસે હોટલ તેમજ અન્ય વિસ્તારના સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપી પાયલ પટેલ તેમજ પાર્થ ઠાકરને ઝડપી પાડવામાં સફળતા મળી છે જ્યારે કમલેશ મહેતા નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Latest Stories