અંકલેશ્વર: એસ.વી.ઈ.એમ. ગુજરાતી માધ્યમ  શાળામાં ગુરુ પૂર્ણિમા તેમજ ગૌરીવ્રત ઉત્સવની ઉજવણી

શાળાના બાળકોએ બુકે મેકિંગ,બંગડી શણગાર, ફ્રુટ અને સલાડ ડેકોરેશન, આરતી શણગાર,ઘરેણાં બનાવવા તેમજ ગુરુજનો માટે કાર્ડ મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

SVEM School Ankleshwar
New Update
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત જલારામ નગર સ્થિત એસ.વી.ઈ.એમ. ગુજરાતી માધ્યમ શાળામાં ગુરુ પૂર્ણિમા તેમજ ગૌરીવ્રત ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 
એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગમાં ગુરુપૂર્ણિમા ગૌરીવ્રત ઉત્સવ' કાર્યક્રમમાં શાળાના જ શિક્ષિકા અમિષા સુરતીએ મુખ્ય મહેમાનનુ પદ શોભાવ્યું હતું.
શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતા રીંડાણીના સફળ માર્ગદર્શન હેઠળ સંનિષ્ઠ શિક્ષકના સથવારે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ આ પ્રસંગે નાટક , ગીત, થાળી શણગાર, ટોપલી શણગાર, બુકે મેકિંગ,બંગડી શણગાર, ફ્રુટ અને સલાડ ડેકોરેશન, આરતી શણગાર,ઘરેણાં બનાવવા તેમજ ગુરુજનો માટે કાર્ડ મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 
SVEM School
નિર્ણાયકોએ સુંદર ન્યાયિક નિર્ણય સાથે પ્રથમ ત્રણ ત્રણ વિજેતા જાહેર કરી સર્ટી અને ઇનામ એનાયત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા તરૂલતાબેન પટેલે કર્યું હતું.
#Ankleshwar News #ગુરુ પૂર્ણિમા #ગૌરીવ્રત #Ankleshwar SVEM School #Gurupurnima
Here are a few more articles:
Read the Next Article