New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા આયોજન
-
વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો
-
વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ લાભ લીધો
-
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામી વિવેકાનંદના મૂલ્યો વિદ્યાર્થીઓના જીવનમાં કેટલા ઉપયોગી છે તે અંગેની માહિતી આપવામા હતી. રામકૃષ્ણ મિશન આશ્રમ કલકત્તાના પ્રમુખ સ્વામી શુધ્ધિદાનંદજીએ આ સેમિનારમાં વક્તવ્ય આપ્યું હતું.આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ચેરમેન હિંમત સેલડીયા, સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટી ડો.હરેશ શાહ, કે શ્રી વત્સન ગીતાબહેન શ્રી વત્સન તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories