અંકલેશ્વર : મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા તાજીયા કમિટીનું પાલિકા તંત્રને આવેદન...

અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આગામી મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા બદલ તાજીયા કમિટી દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી

New Update
Tajiya Commitee

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આગામી મોહર્રમ પર્વમાં તાજીયા જુલુસના રૂટ પર સાફ-સફાઈ સહિતની સુવિધાઓ રાખવા બદલ તાજીયા કમિટી દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તાજીયા કમિટી દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિતચેરમેન નિલેશ પટેલચીફ ઓફિસર કેશવ કોલડિયાને આવનાર તહેવાર મોહર્રમમાં તાજીયાના જુલુસના રૂટ પર સાફ-સફાઈસ્ટ્રીટ લાઈટરસ્તાઓનું કાર્પેટિંગસંવેદનશીલ વિસ્તારોમાં હેલોજન લાઈટ લગાવવા તથા દક્ષિણ ગુજરાત વીજકંપનીના કાર્યપાલક ઈજનેરને તાજીયા રૂટ પર આવતા જીઈબીના વાયરો ઊંચા કરવાડીપી સપ્લાય પર માણસો મુકવા તથા સઘન ચેકીંગ માટે એક ટીમ રાખવા જેવા વિવિધ કામોને અનુલક્ષીને આવેદન પત્ર પાઠવાયું હતું.

તાજીયા કમિટીના સેક્રેટરી વસીમ ફડવાલાએ જણાવ્યું હતું કેશહેરમાં 19 મુખ્ય તાજીયા બનશેઅને તા. 05 જુલાઈના રોજ કતલની રાત ગણાતી હોય જેથી શહેરના મુખ્ય માર્ગો પર ધાર્મિક વિધિ પ્રમાણે ઝૂલૂસ નીકળશેજ્યારે તા. 06 જુલાઈના રોજ બપોરથી તાજીયા પોતપોતાના રૂટ પર નીકળશે. જે અંકલેશ્વરના પિરામણ નાકા ખાતે ધાર્મિક રીતિ રિવાજો મુજબ સંપન્ન કરાશેઅને બીજે દિવસે નર્મદા નદીના દક્ષિણ છેડે એમનું વિશર્જન કરવામાં આવશે. જે પ્રસંગે તાજીયા કમિટી પ્રમુખ બક્કો પટેલસેક્રેટરી વસીમ ફડવાલાઉપપ્રમુખ નુરુ કુરેશીકૌસર કુરેશીઅમન પઠાણઈમ્તિયાઝ ઘોણીયાસાકીર મલેકસમીર પઠાણનફીસ મંડપવાલાસિકંદર કડીવાલા હાજર રહ્યા હતા.