અંકલેશ્વર : ONGC કોલોની ખાતે 48મી પંડિત જવાહરલાલ નેહરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ ભવ્ય પ્રારંભ કરાયો...

સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. પંડિત જવાહરલાલ નેહરુની 136મી જન્મજયંતિ નિમિત્તે 48મી પંડિત જવાહરલાલ નેહરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ નિમિત્તે આયોજન

  • ONGC કોલોની સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું

  • 48મી પંડિત જવાહરલાલ નેહરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ

  • એસેટ મેનેજર જે.એન.સુખાનંદનના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ

  • ભરૂચ સહીત અન્ય જિલ્લાની 16 જેટલી ટીમોએ ભાગ લીધો 

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ONGC કોલોની સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 48મી પંડિત જવાહરલાલ નેહરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આજરોજ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. પંડિત જવાહરલાલ નેહરુની 136મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ONGC કોલોની સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 48મી પંડિત જવાહરલાલ નેહરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત જવાહરલાલ નેહરુ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો ONGCના એસેટ મેનેજર જે.એન.સુખાનંદનના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ સહીત અન્ય જિલ્લાની 16 જેટલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતોજ્યાં તમામ ખેલાડીઓએ ખેલદિલી સાથે ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ONGCના એસેટ મેનેજર જે.એન.સુખાનંદન સહિત ONGC કંપનીના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓ અને ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories