New Update
/connect-gujarat/media/media_files/2025/02/08/6aV5XnuF63sYqQa8xH0u.jpg)
અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી ધાડના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપીને પોલીસે બિહાર ખાતેથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓ અને પેરોલ જમ્પમાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી ધાડના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપી બિહારના ભાગલપુર ખાતે ફરી રહ્યો છે.
જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રામપુરખુર્દમાં રહેતો રાહુલકુમાર રાજકુમાર મંડલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ તા.૦૪/૦૮/૨૦૨૨ ના રોજ સાંજે ચારેક વાગ્યાના સમયે પાંચ અજાણ્યા બુકાનીધારી લુટારૂઓ બે બાઇક ઉપર આવી અંક્લેશ્વર શહેરમાં પીરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં બેંક કર્મચારીઓ તથા ગ્રાહકોને તમંચા બતાવી ભયભીત કરી બંધક બનાવી બેંકની તિજોરીમાંથી રોકડા રૂપિયા ૪૪,૨૪,૦૧૫/- થેલાઓમાં ભરી ધાડ કરી નાસી છૂટયા હતા.