અંકલેશ્વર: ભંગારના ગેરકાયદેસર ગોડાઉન પર તંત્રનું બુલડોઝર ફરશે ! પોલીસે સ્ક્રેપ માર્કેટની વિગતો મંગાવી

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે ભડકોદરા ગ્રામ પંચાયત પાસે ભંગારીયાઓના લાયસન્સ, જમીનની માલિકી, દબાણ અને ફાયર સેફ્ટી સહિતની વિગતો માંગી હતી.

New Update
  • અંકલેશ્વરમાં સ્ક્રેપમાર્કેટમાં આગ લાગવાનો મામલો

  • સ્ક્રેપના ગેરકાયદેસર ગોડાઉન પર ફરશે તંત્રનું બુલડોઝર

  • પોલીસે વિગતો મંગાવી

  • પ્લોટ આપનાર સામે પણ થશે કાર્યવાહી

  • જીપીસીબીબાદ પોલીસ તંત્ર પણ જાગ્યુ

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે ભડકોદરા ગ્રામ પંચાયત પાસે ભંગારીયાઓના લાયસન્સ, જમીનની માલિકી, દબાણ અને ફાયરસેફ્ટી સહિતની વિગતો માંગી હતી.
અમદાવાદના વસ્ત્રાપુરની ઘટના બાદ રાજ્યમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે અંકલેશ્વરમાં બે નંબરી ભંગારીયા ઉપર પોલીસ તવાઈ બોલાવશે.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ભડકોદરા ગ્રામ પંચાયત પાસે ભંગારીયાઓના લાયસન્સ, જમીનની માલિકી, દબાણ અને ફાયર સેફ્ટી સહિતની વિગતો માંગી છે.જેને કારણે તાજેતરમાં સ્ક્રેપના નોબલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી.સ્ક્રેપના ગેરકાયદેસર ગોડાઉન ઉપર તંત્રનું બુલડોઝર ફરી શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે.આ મામલે ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝાએ વિગતો મેળવવા સાથે ગેરકાયદેસર ભંગારીયા અને પ્લોટ આપનાર સામે પણ કડક કાર્યવાહીની તૈયારી બતાવી છે.