વડોદરા : કરજણના ભરથાણા ટોલ નાકા નજીક સર્જાયો અકસ્માત, ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલકનું રેસક્યું...

ભરથાણા ટોલ નાકા નજીક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક ટ્રકની કેબિનમાં ફસાય જતાં રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.

New Update
વડોદરા : કરજણના ભરથાણા ટોલ નાકા નજીક સર્જાયો અકસ્માત, ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલકનું રેસક્યું...

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાણા ટોલ નાકા નજીક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક ટ્રકની કેબિનમાં ફસાય જતાં રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.

Advertisment

મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 48 પર કરજણ તાલુકામાં આવેલા ભરથાણા ટોલનાકા નજીક ગત મોડી રાત્રે ખાંડ ભરેલી ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે માર્ગ પર દોડધામ મચી જવા પામી હતી. કરજણ તરફ આવતા હોટલ સાગર પાસે ખાંડ ભરેલીને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક ટ્રકની કેબિનમાં જ ફસાઇ ગયો હતો. જેની કરજણ ફાયર વિભાગને જાણ થતા કરજણ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું, જ્યાં ટ્રકમાં ફસાયેલા ચાલકનું ભારે જહેમત અને સફળતાપૂર્વક રેસક્યું કરવામાં આવ્યું હતું. જે બાદ ઇજાગ્રસ્ત ટ્રક ચાલકને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Advertisment
Latest Stories