New Update
અમેરિકાએ ભારતમાં 25 ટકા ટેરીફ લાદયો
ઉદ્યોગોની નિકાસ પર થશે અસર
અંકલેશ્વરના ઉદ્યોગકારોમાં ચિંતા
ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે
લાંબા ગાળા સુધી અસર ન રહે એવો મત
અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારત સાથેના ટ્રેડ વેપાર સંદર્ભે ૨૫ ટકા જેટલો ટેરીફ લાદતા ભારતીય ઉદ્યોગો ઉપર તેની માઠી અસર પડશે તેવી ભીતિ સેવાય રહી છે.જોકે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ આ અંગે મિશ્ર પ્રત્યાઘાત આપ્યા હતા.
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉદ્યોગો દ્વારા થતી નિકાસ ઉપર ૨૫ ટકા ટેરીફ લાદવાની જાહેરાત કરી છે અને તેનુ અમલીકરણ એક સપ્તાહ બાદ થનાર છે. આ અંગે અંકલેશ્વરના ઉદ્યોગ જગતમાં સ્વાભાવિક રીતે ચિંતા જન્મે કેમકે સ્થાનિક ઉદ્યોગો કરોડો રૂપિયાની નિકાસ યુએસએ માં કરતા આવ્યા છે. ટેરીફ લાદવાથી ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે અને તેની અસર નિકાસ ઉપર પડશે.જોકે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે આની અસર થોડા સમય પુરતી અસહ્ય બનશે. લાંબા ગાળે ટ્રમ્પ સરકાર સામે તેમની જ પ્રજાજનો મોંઘવારીના મુદ્દે અવાજ ઉઠાવશે.બેશક ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે અને તેની અસર નિકાસ ઉપર પડશે પરંતુ અન્ય દેશોના વિકલ્પો મોજુદ હોય જ છે ત્યારે આવનારા દિવસોમાં આ અંગેનો સચોટ ખ્યાલ આવી શકશે.
Latest Stories