અંકલેશ્વર: સજોદ ગામ સ્થિત મહાભારત કાળના વાળીનાથ મંદિરે ચૈત્ર મહિનામાં ભક્તોની ભારે ભીડ, ઠંડુ ભોજન આરોગવાની છે માન્યતા

ચૈત્ર માસમાં અંકલેશ્વર તાલુકાના સજોદ સ્થિત મહાભારત કાળના પૌરાણિક મંદિર એવા બળિયાદેવ બાપજીના વાળીનાથ મંદિરે ભક્તોની ભીડ જામી રહી છે.

New Update
  • અંકલેશ્વરના સજોદ ગામે આવેલું છે મંદિર

  • વાળીનાથ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર

  • ચૈત્ર માસમાં ઉમટે છે ભક્તોની ભારે ભીડ

  • ઠંડુ ભોજન આરોગવાની છે પરંપરા

  • અસાધ્ય ચર્મ રોગ દૂર કરવા ભક્તો રાખે છે બાધા

ચૈત્ર માસમાં અંકલેશ્વર તાલુકાના સજોદ સ્થિત મહાભારત કાળના પૌરાણિક મંદિર એવા બળિયાદેવ બાપજીના વાળીનાથ મંદિરે ભક્તોની ભીડ જામી રહી છે. ખાસ કરી લોકો પોતાના ચર્મ રોગ દૂર થવાની મનોકામના સાથે બાધા રાખે છે અને ઠંડુ ભોજન આરોગે છે.
અંકલેશ્વરની ભૂમિ ભગવાન રામના વનવાસ સાથે સંકળાયેલ છે. જેમ વડોદરાનું પોર, સુરતનું શિયાદલા અને અંકલેશ્વરના સજોદ સ્થિત વાળીનાથ દાદાનો ઈતિહાસ પણ સર્વ સામાન્ય રીતે જોડાયેલો છે. સજોદ સ્થિત વાળીનાથ મંદિર ખાતે ચૈત્ર માસ નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અસાધ્ય મનાતા વિવિધ ચર્મ રોગને દૂર કરવા બાધા અને માનતા અહી આવી પૂર્ણ કરતા હોય છે.જેમાં ઘરેથી આગલા દિવસે જમવાનું બનાવી લાવી અહી ટાઢું જમતા હોય છે. પહેલા જર્જરિત અવસ્થામાં મંદિર હતું જેનો હવે જીર્ણોદ્ધાર કરી નવું બનાવામાં આવ્યું છે.મંદિરે દર્શન કરવા આવતા લોકો નજીકના કુવામાંથી પાણી ભરી લાવી પહેલા મંદિરના પગથીયા ધોતા હોય છે ત્યાર બાદ મંદિરમાં દર્શન કરતા હોય છે.આ મંદિર મહાભારત કાળનું હોવાની માન્યતા છે જે ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતીક છે
Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.