ઝાડેશ્વર સ્થિત બ્રહ્માકુમારીઝ ખાતે કરાયું આયોજન
નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
જન્માષ્ટમી પર્વની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી
જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની વિશેષ હાજરી
મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ તેમજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરાયેલ નશામુક્ત ભારત અભિયાનને 5 વર્ષ પૂર્ણ થતા આજરોજ દેશ-વિદેશમાં બ્રહ્માકુમારીઝ દ્વારા લોકોને નશામુક્ત થવા માટેની પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે જ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે મટકી ફોડ, રાસ-ગરબા નૃત્ય નાટક સહિતના વિવિધ કાર્યોમાં કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.